માળીયા (મી): ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રકમાંથી ૬૯૬૦ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં આરોપી પુનારામ લાલારામ જાખડ (ઉ.વ.૩૫) રહે. રાજસ્થાન વાળાએ પોતાના હવાલાવાળી ટ્રક રજીસ્ટર નંબર RJ-19-GB-9404 વાળીમા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ -૬૯૬૦ કિં રૂ.૩૩,૧૨,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિં રૂ.૫૦૦૦ તથા ગાડી કિં રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ૧૦ ટન માટી મળી કુલ કિં રૂ.૪૩,૧૭,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ ભુરારામ જાટ રહે. રાજસ્થાન વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી માળિયા મી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.