હિન્દુ સંસ્કૃતિ તથા સનાતન ધર્મમાં યોગ અને યજ્ઞનું અનેરૂ મહત્વ છે જેના અનેક ફાયદા આપણા ઋષિમુનિઓએ આપણને બતાવેલ છે. યજ્ઞ એ વિજ્ઞાન છે. યજ્ઞ કરવાથી શકલ જગતને લાભ થાય છે. આવો જ યજ્ઞ મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ રામકો બંગલોમાં સવારે છ થી સાત અને સાંજે છ થી સાત છેલ્લા સાત વર્ષથી વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા નિયમિત રીતે કરવામાં આવે છે. જે સ્વ. જીવરાજભાઈ વડાવ્યા, રામજીભાઈ બાવરવા, જીતુભાઈ રૂપાલા, જયંતીભાઈ ચારોલા, નરેન્દ્રભાઈ દોશી, સ્વ. નલિનભાઈ ચનીયારા, વાઘજીભાઈ ભટાસણા, હસુભાઈ રાજપરા, આંબાલાલ કુંડારીયા, ભીખાભાઈ અમૃતિયા વિગેરેની પ્રેરણાથી સાત વર્ષ પહેલા રવાપર રોડ ઉપરની વિવેકાનંદનગર સોસાયટીમાં હનુમાનજીના મંદિરે શરૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ આલાપ રોડ ઉપર નિયમિત રીતે યજ્ઞ થતો અને હાલમાં રામકો બંગલોમાં આવેલ યજ્ઞશાળામાં નરશીભાઈ અંદરપા, મનસુખભાઈ કોટડીયા, ધીરુભાઈ હાસલીયા, હસુભાઈ રાજપરા, ભુદરભાઈ સવસાણી, અનસોયાબેન ફેફર, શારદાબેન કુંડારીયા, ગીતાબેન વરમોરા, વિગેરેના સહયોગથી નિયમિત યજ્ઞ કરવામાં આવે છે. જે યજ્ઞશાળામાં સવારે દરરોજ સવારે પાંચ થી છ પતંજલિ યોગ સમિતિ દ્વારા યોગ-પ્રાણાયામ કરાવવામાં આવે છે. ત્યાર બાદ છ થી સાત યજ્ઞ થાય છે. જેમાં આજે વૈદિક યજ્ઞ સમિતિના ફાઉન્ડર મેમ્બર અને પતંજલિ યોગ સમિતિ, મોરબી ના યુવા પ્રભારી, સંજયભાઈ રાજપરા એ તેમના જન્મ દિવસે યજ્ઞ કરી આર્થિક અનુદાન આપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ તકે, સંજયભાઈ રાજપરા એ જણાવ્યું હતું કે, તેમનો જન્મ દિવસ એટલે યાદગાર બની રહે છે. કારણકે બે દિવસ બાદ 12 મી જાન્યુઆરી એ સમગ્ર ભારત વર્ષ ના આદર્શ અને યુવાનો ના આઈકોન એવા સ્વામી વિવેકાનંદ ની જયંતિ આવે છે. જેને આપણે ” યુવા દિન ” તરીકે ઉજવીએ છીએ. એ સ્વામી વિવેકાનંદ કે જેમણે મારા વ્હાલા ભાઈઓ અને બહેનો ના વ્હાલ ભર્યા સંબોધન થી આંતરરાષ્ટ્રીય ધર્મસભા માં બધાના દિલ જીતી લીધા હતા. હિન્દુસ્તાન ના આવા મહાન સપૂત ના વિચારો ને આપણે આપણાં જીવનમાં ઉતારી તેને અનુસરીએ તે જ તેમની ખરા અર્થમાં જન્મ જયંતિની ઉજવણી ગણાશે.