મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ વીનોદ અનિલભાઈ સોનને ઉ.વ-૨૮ રહે-વીસીપરા,મોરબી વાળા ગતા તા. ૧૧-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મેલેનીયમ સેરા સીરામીકમા પતરા ચડાવતા પડી જતા મોત નિપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.