મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીંબડી ગામના પાટીયા પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમી મળેલ કે, એક ઇસમ જેનું નામ દિલીપભાઇ કાનજીભાઇ પ્રજાપતિ રહે. માળીયા વનાળીયા શેરી નંબર -૪ મોરબી વાળો અત્યારે મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. જે મળેલ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઇ વોચમાં રહી કોર્ડન કરી આરોપી દિલીપભાઇ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયા ઉ.વ. ૨૯ રહે.માળીયા વનાળીયા શેરી નંબર -૪ મોરબી તા.જી.મોરબી વાળાને દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂપીયા ૫,૦૦૦/ ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.