મોરબી એસ.પી. કચેરી ખાતે ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમા રેન્જ આઈ.જી. અશોક યાદવ તેમજ એસ.પી. રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સીરામીક એસોસીએસનના, પેપરમીલ એસોસીએસન, પેકેજીંગ એસોસીએસન, મીઠા ઉઘોઁગ એસોસીએસન તેમજ ટ્રાન્સપોર્ટ એસોસીએસનના હોદેદારો સાથે મીટીંગ યોજાઈ હતી.
જેમા ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમા થતી લુટફાટ, ચોરીને અટકાવવા ઓઘોઁગિક વિસ્તારમા ચેક પોસ્ટ અને પેટ્રોલીંગ ચાલુ કરાવવા બાબતે રજુઆતો કરવામા આવી તેમજ ફરજ્યાત પોલીસ સ્ટેશનોમા મજુરોના રજીસ્ટ્રેશન કરાવવુ જેથી ક્રાઈમમા ઘટાડો થાય અને વેપારમા થતા વિવિધ પ્રકારના ફ્રોડ માટે એસ. આઈ. ટી.ની રચના કરવા માટે ચર્ચાઓ થઈ તેમજ માટીની ટ્રકો દ્વારા જ્યા ત્યા થતા માટીના ઢગલાઓ અટકાવવા બાબતે ચર્ચાઓ થઈ હતી.