Tuesday, May 20, 2025

ચોરાઉ બાઇક સાથે એક શખ્સ ને ઝડપી લઈ બાઇક ચોરી નો ભેદ ઉકેલતી મોરબી ક્રાઇમ

Advertisement
Advertisement
Advertisement

પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ નંબર પ્લેટ વગરના બજાજ ડિસ્કવર મોટરસાયકલ સાથે એક ઇસમ મોરબી ત્રાજપર ચોકડી ખાતેથી નિકળનાર છે જેથી મોરબી ત્રાજપર ચોકડી ખાતે વોચ ગોઢવતા તે દરમ્યાન નવઘણ અમરશીભાઇ પરમાર ઉવ-૨૦ રહે.સામખીયારી,શુભમ સોસાયટી, અર્નીજરા હોટલ પાછળ તા. ભચાઉ જિ. કચ્છ ભુજ વાળો નંબર પ્લેટ વગરના બજાજ ડિસ્કવર મોરટસાયકલ સાથે મળી આવતા તેને રોકી તેની પાસે મોટરસારકલને લગતા કાગળો તથા આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા મજકૂરને વધુ સઘન પુછપરછ કરતા બીજા ત્રણ મોટરસાયકલોની ચોરી કરી પોતે મોરબી ઇન્દીરાનગર વિસ્તારમાં સંતાડેલ હોવાની કબુલાત આપતા તમામ ચારેય મોટરસાયકલ હસ્તગત કરી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી એન્જીન ચેસીસ નંબર ઉપરથી વાહન સર્ચ કરતા મોટર સાયકલો ચોરી કરેલ હોવાનું જણાઇ આવેલ જે અંગે મોરબી સિટી બી ડિવીઝન તથા મોરબી સિટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે મોટરસાયકલ ચોરીના ગુના રજીસ્ટર થયેલ હોય જે મળી આવેલ ઇસમ નવઘણ અમરશીભાઇ પરમાર ઉવ-૨૦ રહે.સામખીયારી,શુભમ સોસાયટી, અર્નીજરા હોટલ પાછળ તા. ભચાઉ જિ. કચ્છ ભુજ વાળાને હસ્તગત કરી તેની પાસેથી મળી આવેલ નીચેની વિગતના મોટરસાયકલ નંગ-૦૪ કિ.રૂ. ૭૩૦૦૦/- ના કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. ને સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW