મોરબીના રવાપર નદી ગામની સિમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામિક પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર નદી ગામની સિમ, માળીયા-મોરબી હાઇવેથી રવાપર નદી ગામ તરફ, કિયા સિરામિક પાસે રોડ પરથી આરોપી જીવરાજભાઈ હિરાભાઇ જીંજવાડીયા રહે. માણબા તા. માળીયા (મી) વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના હવાલાવાળી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નં-GJ-36-U-8016 કિં રૂ.૧,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૭ કિં રૂ.૨૧,૩૭૫ મળી કુલ કિં રૂ.૧,૨૧,૩૭૫ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ ગોપાલભાઈ ગોરધનભાઇ કોળી રહે. ગજાનંદ સોસાયટી, પીપળી તા. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.