હળવદ બાયપાસ હાઈવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટાટા છોટાહાથી ગાડી હળવદ પોલીસે ઝડપી પાડી દારુ સહીત રૂ.૩,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
હળવદ પોલીસને બાતમી મળતા જરૂરી પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ ટાઉનના રીલાયન્સ પેટ્રોલપંપ બાજુમાં દિવ્યપાર્ક જવાના રસ્તા પાસે એક ટાટા કંપનીની છોટાહાથી ગાડી પકડી પાડતા જેમાંથી વિદેશીદારૂની કુલ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા એક ટાટા કંપનીની છોટાહાથી રજીસ્ટર નંબર-GJ-03-BV-6054 કિં.રૂ. ૩.૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ.૩,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ મજકુર છોટાહાથી ગાડીનો ચાલક ગાડી મુકી નાસી જતા છોટાહાથી ગાડીના ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.