Tuesday, January 7, 2025

હળવદની ઢવાણા શાળામાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

Advertisement

12,મી જાન્યુઆરી એટલે યુવાનો અને વિદ્યાર્થીઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી.આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ઢવાણા પે સેન્ટર શાળામાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વામીજી અને ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના જીવન કવન પર આધારિત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં યુવાવસ્થાના ખરા અર્થમાં લક્ષણો,સંસ્કારોની વાતો કરવામાં આવી.આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો,અને ભરતીયતાના દર્શન કરાવવાના હતા.વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનો વારસો જળવાઈ રહે એવા શુભ આશય સાથે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW