મોરબી તાલુકાનું રવાપર ગામ મોરબી શહેરથી નજીક આવેલ છે. મોરબી શહેરનો વિકાસ જોતા રવાપર ગામ હરણફાળ વિકાસની ગતીમા હાલ અગ્રેસર છે. રવાપર ગામે ગુજરાત ગેસ કંપની પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રવાપર ગ્રામ વિસ્તારામ ગેસ લાઈન નાખવામાં આવે છે જે ગેસ કંપની દ્વારા પંચાયતમાં સરકારના સંદર્ભ વાળા પરિપત્ર મુજબ ભરવાની થતી રકમ પંચાયતમાં ભર્યા વગર તેમજ પંચાયતની મંજુરી મેળવ્યા વગર ગેસની લાઇનનુ કામ કર્તા હોઈ આથી આ સરકારી પરીપત્રનો અમલ કર્યા વગર જ ગેસ લાઈનનુ કામ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સરકારના સંદર્ભ વાળો પરિપત્ર અમલમાં છે કે કેમ? ગેસ કંપની દ્વારા પૈસા ભરવાના નથી થાતા એવું ગેસ કંપનીના કામદારો દ્વારા પંચાયતને કહેવામાં આવેલ છે. તેમજ આજદીન સુધીમાં રવાપર ગામે નાખેલ ગેસ લાઈનના પૈસા ભરવામાં આવેલ નથી તેથી ગુજરાત ગેસ કંપની દ્વારા આજદીન સુધી નાખેલ તમાંમ લાઈનની રકમ ભરવામાં આવે તેવી રવાપર ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને રજૂઆત કરી છે.
તેમજ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખી તોડેલ રોડ, પાણીની લાઈન પણ રીપેરીંગ કરતા નથી તથા પંચાયત હસ્તકના રોડ તોડી જેમ તેમ મુકી જતા રહેતા હોઈ જેથી તે બાબતે માર્ગદર્શન આપી યોગ્ય હુકમ કરવા મોરબી જીલ્લા વિકાસ અધિકારીને રવાપર ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરી છે.