મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા પૂરા ભારતવર્ષનુ પરિભ્રમણ કરી ને ગામડે ગામડે શ્રી રામ મંદિરો ની સ્થાપના અને સંકલ્પ કરાવનાર શ્રી રામ ભક્તિનો પ્રચાર,પ્રસાર કરનાર જગતગુરુ શ્રી રામાનંદાચાર્યા મહારાજ ની ૭૨૩ મી જન્મ જયંતી મોરબી રામઘાટ ખાતે આવેલ રામાનંદી સાધુ સમાજ ની વાડી ખાતે સાધુ સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ શ્રી રામાનંદાચાર્યા મહારાજનું પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવી હતી બાદ માં સૌએ સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું બાદ માં મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું