મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્સવ નું આયોજન તા 11-03-2023 ના રોજ પ્રથમવાર રાત્રી સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્ન માં દીકરો અથવા દીકરી બે માંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ આ સમૂહલગ્ન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1-2-2023 સુધી રાખવામાં આવી છે. આ સમૂહલગ્ન માં નામ નોંધણી કરવા માટે તેમજ દીકરીઓ ને કરિયાવર માં ચીજવસ્તુઓ સહિત દાન આપવા માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ કાર્યાલય ઓફીસ શિવ ડીઝીટલ 20 ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિકસ ની બાજુ માં જુના મહાજન ચોક મોરબી અથવા વધુ વિગત માટે તેજશગીરી મો ૯૮૭૯૫ ૯૦૧૪૬ અમિતગીરી મો ૯૯૧૩૮ ૯૬૯૧૭ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.