મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ત્રણ મોટરસાયકલ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ જુના ઘુંટુ રોડ ખાતે શંકાસ્પદ ઇસમ તેમજ ચોરીના મોટરસાયકલો બાબતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલક મોટરસાયકલ સાથે આવતા રોકાવતા ઇસમ પાસે મળી આવેલ મોટરસાયકલના નંબર સાથેના પોલીસ કોન્સ્ટેબલએ પોકેટકોપમા સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરતા પોતાનુ મોટરસાયકલ ચોરી થયેલ હોવાનુ અને આ બાબતે મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલ હોવાનુ જણાવેલ હોય જેથી ઇસમની સઘન પુછપરછ કરતા પોતે અન્ય બે મોટરસાયકલ પણ ચોરી કરી છુપાવી રાખેલ હોવાની કબુલાત આપતા ત્રણેય મોટરસાયકલ કબ્જે કરી આરોપી ગજુભાઇ જાલમભાઇ દેવરા ઉ.વ.રર રહે- લાલપર શ્યામ હોટલ પાછળ મુળગામ- પીથમપુરાગામ તા.પારા જી.જાંબુવા થાના-પારા મધ્યપ્રદેશ વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.