ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં લલીતભાઈ ડાયાભાઇ પટેલની વાડી નજીકથી ઈંગ્લીશ દારૂની ૫૬ બોટલો સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં લલીતભાઈ ડાયાભાઇ પટેલની વાડી નજીક ઢીલુભાઈ મોટલાભાઈ ભીલાવીર (ઉ.વ.૩૪) રહે. હાલ સાવડી ગામની સીમ (લલીતભાઈ ડાયાભાઇ પટેલની વાડીએ) તા. ટંકારા વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૬ કુલ કિં રૂ. ૧૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ ટપુ ઉર્ફે પીન્ટુ રામભાઇ રાઠોડ રહે. ઓટાળા તા. ટંકારા વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.