Saturday, January 25, 2025

માળીયા તાલુકાના વેણાસર ગામે પ્રાથમિક શાળા માં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

Advertisement

માળીયા મી : આજ રોજ તારીખ ૧૭ જાન્યુઆરીના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી ના સયુંકત ઉપક્રમે
વેણાસર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પોતાની આવડત મુજબ વ્યસનની જાગૃતિ અંતર્ગત ચિત્રો દોરેલ.

આ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર દ્વિતીય નંબર અને તૃતીય નંબર પરના જે વિજેતા બન્યા હતા. એ વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ તકે ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરશીયા દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને દરેક વિદ્યાર્થીઓને તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસ માળીયા ના ટી.એચ.વી. રમાબેન પ્રા.આ.કેન્દ્ર ખાખરેચીના સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ બોપલીયા , મંજુબેન ,તથા આર.બી.એસ.કે. ડો. જલ્પાબેન કાવર , તેમજ સીએચઓ,એફ.એચ.ડબલ્યુ,
એમ.પી.એચ.ડબલ્યુ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અને અન્ય શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW