મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી
મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મ દિવસની તા. 18/01/ 2023 ને બુધવારે અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને ‘ગર્ભ સંહિતા’ ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ. આ અગાઉ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200 થી ઉપર આ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ.
આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને 2500 જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ. ખરેખર ધન્ય છે આ માતા પિતાને કે જે આવા વિચારો થકી કેટલાય લોકોનું કલ્યાણ થાય છે તેમજ બીજા માતા પિતાને પણ પ્રેરણા બળ પૂરું પાડવાનું નિષ્ઠાવાન કાર્ય કરે છે.
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી