રાજકોટના યુવકે ગળોફાસો ખાઈ મોરબીની વ્રજ હોટલમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી શિવનગર શેરી નં -૩ માં રહેતા સતિષભાઈ મચ્છાભાઈ સિધવ (ઉ.વ.૨૯) એ ગત તા ૧૮-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે આર્થિક સંકડામણના કારણોસર મોરબી વ્રજ હોટલના રૂમ નં -૧૧૪ માં અંદરથી બંધ કરી કેબલ વાયર વડે સીલીંગ પંખા સાથે બાંધીને પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.