Sunday, February 2, 2025

મહારાષ્ટ્ર થી કચ્છ તરફ લઇ જવાતા દારૂ બિયર ભરેલો ટ્રક ઝડપી લેતી મોરબી LCB

Advertisement

અણીયારી ટોલનાકા નજીક ટાટા ટ્રકમાં પુઠાના સ્ક્રેપની આડમાં છુપાવીને મહારાષ્ટ્ર થી કચ્છ તરફ લઇ જવાતા બીયર તથા ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ ૧૧૫૨૦ કીમત રૂ.૧૩,૮૨,૪૦૦- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૮.૯૯,૦૩૦/- સાથે બે આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ અટકાવવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જેથી મોરબી એલસીબી પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નંબર MH-04-GC-1724 વાળી માળીયા મિ, તરફ આવનાર છે જે ટાટા ટૂક ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટાટા ટૂક ગાડીમાંથી ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ -૭૨૦૦ કિં રૂ. ૯૫૦૪૦૦ તથા બીયર ટીન નંગ- ૪૩૨૦ કિં રૂ. ૪,૩૨,૦૦૦ તથા ટાટા ટ્રક ગાડી નંબર- MH-04-G-1724 કી.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- અને રોકડા રૂપીયા-૬૬૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૮,૯૯,૦૩૦/ના મુદ્દામાલ સાથે બે ઇસમો જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ ઉ.વ.૩૪ રહે. હાલ બોયસર, પામ તા.જી. પાલઘર (મહારાષ્ટ્ર) મુળ રહે.જાખરીયા તા.જી.આણંદ તથા પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ ઉ.વ.૨૮ રહે. હાલ સુઇગામ, રાવળવાસ તા.સુઇગામ જી.બનાસકાંઠા મુળ રહે.નાનાપુરા તા.રાધનપુર જી.પાટણ વાળાને મોરબી એલસીબીએ ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે શખ્સો રમેશભાઇ રહે.વાપી તથા ટાટા ટ્રક નંબર MH-04-GC-1724નો માલીકનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW