પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO) ગુજરાત દ્વારા મોરબી સિરામિક્સ એસોસિએશનના સહયોગથી મોરબી સિરામિક્સ ઉદ્યોગના માલિકો અને કર્મચારીઓ માટે સલામતી જાગૃતિ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .
આ કાર્યક્રમમાં 1040 ઉધોગના કર્મચારી તથા ઉધોગના માલિકો એ ભાગ લીધો હતો. સુરક્ષા કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. આર. વેણુગોપાલ IPESS, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ, ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે તેમના ઉદ્ઘાટન પ્રવચનમાં સલામતી ધોરણો જાળવવા માટે સિરામિક્સ ઉદ્યોગો તરફથી વધુ પ્રયત્નોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડો. વેણુગોપાલે પ્રોપેન સુરક્ષામાં તાલીમ આપવાના આ પ્રયાસમાં PESO અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી તમામ સહકારની ઓફર કરી હતી. મોરબી ખાતેના મેગા ઈવેન્ટમાં સિરામિક ના પ્રમુખ હરેશ બોપલિયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તથા એસોસિએશનના સભ્યો સાથે 450 ફેક્ટરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
PESO, IOCL, BPCL, HPCL અને Aeigis ના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા સત્રો આપવામાં આવ્યા હતા. સિરામિક ઉદ્યોગોના કર્મચારીઓ અને માલિકોની જંગી ભાગીદારીએ પ્રોપેન સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં સલામતી પ્રદાન કરવામાં ઇવેન્ટને મોટી સફળતા આપી.