Wednesday, January 8, 2025

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

Advertisement

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાજકીય પાર્ટી બની ગઈ છે ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં પ્રજા દ્વારા આમ આદમી પાર્ટીને જે સહયોગ આપવામાં આવેલ જેને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા જનહિતની લડાઈ શરૂ કરવાનું નક્કી કરેલ છે.
તારીખ 23-1-23 ના રોજ મોરબી ખાતે જિલ્લા હોદ્દેદારોની એક અગત્યની મીટીંગ મોરબી સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ક્ચ્છ-મોરબી ઝોન પ્રભારી કૈલાશ દાન ગઢવીની અધ્યક્ષતા માં યોજાઈ આ મિટિંગમાં મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, ટંકારા-પડધરી ઉમેદવાર સંજય ભટાસણા સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેલ.
આ મિટિંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવાનું સર્વાનુમતે નક્કી કરાયેલ જે માટે ટૂંક જ સમયની અંદર જિલ્લાની નવી બોડી રચના પણ કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW