મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખભાઈ પટેલને આખરે પાંજરે પુરવા ૧૦માં આરોપી તરીકે નામ ઉમેરાયુ
મોરબી ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૨૬૨ પેજની ચાર્જસીટ તૈયાર ભાગેડુ જયસુખ પટેલને સકંજામાં લેવા ૩૬૭ સાક્ષીઓના નિવેદન લેવાયા
મોરબી શહેરમાં આવેલ અમુક જોવા જેવા સ્થળોના કારણે સમ્રગ વિશ્વમાં અને સૌરાષ્ટ્રમાં પેરીસ તરીકે જાણીતુ બન્યુ હતુ પરંતુ મોરબી શહેરના હદય સમા ઝુલતા પુલ દુર્ઘટના સર્જાયા બાદ મોરબી સમ્રગ વિશ્વમાં ચર્ચાનો વિષય બની ચુક્યું હતુ કેમ કે ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ જેટલા લોકોના મોત નિપજતા સમ્રગ રાજ્ય દેશની સાથે સમ્રગ વિશ્વમાંથી લોકોએ દુ:ખ વ્યક્ત કર્યું હતુ અને સંવેદના પાઠવી હતી જે ગોઝારી દુર્ઘટના બાદ નવ જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરાયા હતા પરંતુ આ કેસમાં દુર્ઘટના બાદ ફરાર ઓરેવા ગ્રુપના માલીક જયસુખ પટેલને આખરે ભાગેડુ જાહેર કરી કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યુ હતુ ત્યારે મોરબી સીટી બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હા બાદ ૩૬૭ જેટલા સાક્ષીઓના નિવેદન સાથે કોર્ટમાં રજુ કરાયેલ ૧૨૬૨ પાનાની ચાર્જસીટમાં ૧૦માં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલને લાલશાહીથી દર્શાવવામાં આવતા અબ આયા ઉંટ પહાડ કે નીચે જેવો તાલ જોવા મળ્યો છે વધુમાં વિગતવાર જોઈએ તો મોરબી જળ હોનારત બાદ જો બીજી કોઈ મોરબીના ઈતિહાસમાં ક્યારેય ભુલી ન શકાય તેવી ગોઝારી દુર્ઘટના ૨૦૨૨ના વર્ષના અંતમાં બની હતી દિવાળી બાદ નવા વર્ષથી શરૂ કરાયેલ અને આશરે કરોડોના ખર્ચે રિનોવેશન કરાયેલ ઝુલતા પુલને ઓરેવા ગ્રુપના માલીક મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેના ગણતરીના દિવસોમાં તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ સાંજે ૬:૩૦ આસપાસના મોરબીની શાન ગણાતા ઐતિહાસિક ધરોહર સમાન ઝુલતા પુલ તુટી પડ્યો હતો જેમા ૧૩૫ જેટલા નિર્દોષ લોકોના જીવ ગયા હતા જેમા ૯ જેટલા આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયા હતા જેમા મુખ્ય કહેવાતા અને સંચાલન કરતા ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ બાદ ભાગેડુ જાહેર કરાયા જેના આજે ૩ મહીના બાદ ઝુલતા પુલ દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે જેમાં ૧૦માં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું છે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો પરંતુ છેલ્લા ૩ માસ જેટલો સમયથી ફરાર જયસુખ પટેલ વિરૂદ્ધ આખરે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે જે ચાર્જશીટમાં ૧૦માં આરોપી તરીકે જયસુખ પટેલનુ નામ ઉમેરાયું છે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્યા છે જેમા આજે પોલીસે રજુ કરાયેલ અને ચાર્જશીટ ફાઈલ કરી છે તેમા મોરબી સીટી.બી ડીવીઝન પોલીસ મથકના ગુના ૨૦૦૩/૨૦૨૨ ની ઈ.પી.કલમ ૩૦૪,૩૦૮,૩૩૬,૩૩૭,૩૩૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી પોલીસે નવ આરોપીની ધરપડક કરી હતી જે તમામ આરોપીઓના સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે જામીન નામંજૂર કરેલ છે જેથી તમામ આરોપી હાલ જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ મોરબી સબ જેલમાં છે જે કેસની તપાસમાં ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જયસુખભાઈ પટેલ રહે.મોરબી વાળા વિરુદ્ધ તપાસ દરમિયાન પુરતા પુરાવા મળી આવતા તેમના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી આવ્યા ના હોય જેથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરંટ મેળવ્યું છે તેમજ અટક કરેલ નવ આરોપીઓ અને પકડવાના એક આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં આજે ચાર્જશીટ નંબર ૩૦/૨૦૨૩ તથા સી.સી.નંબર ૬૭૫/૨૦૨૩થી દાખલ કરવામાં આવેલ છે જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપ મોરબીના મેનેજીંગ ડીરેક્ટરને લાલશાહીથી દર્શાવવામાં આવેલ છે જે ચાર્જશીટમાં કુલ ૩૬૭ સાક્ષીઓના નિવેદન સાથે સાહેદો તરીકે દર્શાવવામાં આવ્યા છે જે ચાર્જસીટના કુલ.૧૨૬૨ પાના સાથેનુ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાતા આખરે જયસુખ પટેલનુ ૧૦માં આરોપી તરીકે આખરે નામ ઉમેરાયું છે