માળીયા (મી): દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા પ્રજાસતાક દિવસની (૨૬મી જાન્યુઆરી) ઉજ્જવણી નિમિતે કંપનીમાં ધ્વજવંદન કરાયું અને માળિયા (મી.) તાલુક્કાના ગામોની શાળામાં ચોકલેટ બિસ્કીટનું વિતરણ કરાયું હતું.
દેવ સોલ્ટ પ્રા. લી. એક માત્ર એવું મીઠાનું એકમ છે, જ્યાં છેલ્લા ૫ વર્ષોથી પ્રજાસતાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજ્જવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજ્જવણી કરાઈ હતી જેમાં સમગ્ર સ્ટાફએ ભાગ લીધો હતો અને ધ્વજવંદન કરાયું હતું.
દેવ સોલ્ટ દ્વારા આ રાષ્ટ્રીય તેહવાર નિમિતે માળિયા (મી) તાલુક્કાના ગામની શાળાઓમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. આ વિતરણ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેના બદલ શાળાના સ્ટાફએ દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કર્યો હતો. આ વિતરણ કંપનીના સિનયર અધિકારી વિવેકઘૃણા અને રમજાન જેડાની ઉપસ્થિતિમાં કરાયું હતું.