Sunday, February 2, 2025

બાળ લગ્ન વિશેની માહિતી તાત્કાલિક જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી ખાતે કરવી

Advertisement

બાળ લગ્નએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ

સજાને પાત્ર ગુનો અને સામાજિક દૂષણ

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ મુજબ સજાને પાત્ર ગુનો છે અને સામાજિક દૂષણ પણ છે. જેમાં ગામોમાં શહેરમાં કોઇ ( વિસ્તાર કે ભાગમાં, મહોલ્લામાં આવા બાળ લગ્ન થતા જોવા મળે તો તુરંત સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે તેની જાણ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં.૦૫/૦૯, શોભેશ્વર રોડ, મોરબીને સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

આગામી દિવસોમાં વણજોયું મુહૂર્ત હોવાથી વધુ પ્રમાણમાં લગ્નોનું આયોજન થતું હોય છે. ત્યારે આવા વ્યક્તિગત રીતે કે સમૂહ લગ્ન કરાવનારા આયોજકોને છોકરા-છોકરીની ઉંમરની ખરાઇ કર્યા બાદ જ લગ્ન કરાવવા જરૂરી છે. જો વ્યક્તિગત કે સમૂહલગ્નમાં આવા કોઇ કિસ્સા જણાઇ આવશે તો વ્યક્તિગત તેમજ આયોજકો સામે બાળલગ્ન ધારા હેઠળ ફરીયાદ દાખલ કરાશે.

જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ નં.૫/૯, ભોય તળિયે, બ્લોક નં.એ, જીલ્લા સેવા સદન, મોરબી – ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૩૩ અથવા Email: dsdo-mrb@gujarat.gov.in પર અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, મોરબી ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૦૦૯૮, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવો. બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW