Wednesday, January 8, 2025

કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરાયું

Advertisement

ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી માટે કલેક્ટરશ્રીએ પ્રશસ્તિ પત્ર આપી માહિતી વિભાગનું બહુમાન કર્યું

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લા માહિતી કચેરીનું વિશિષ્ટ કામગીરી માટે સન્માન કરવામાં આવ્યું હતું.

હળવદ ખાતે યોજાયેલા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્થાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી કરવા માટે થતા દુર્ઘટના સમયે અને ત્યાર બાદ સંપૂર્ણ બચાવ કામગીરીની પળેપળની વિગતો, ફોટોગ્રાફ અને વીડિયો ત્વરિત સરકાર તેમજ મીડિયા સુધી પહોંચવાડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશશ્રી બળવંતસિંહ જાડેજા, કેમેરામેનશ્રી ભરતભાઈ ફૂલતરિયા, ફોટોગ્રાફરશ્રી પ્રવિણભાઈ શનાળીયા, અન્ય સ્ટાફ જયેશ વ્યાસ તથા અજય મુછડિયા સહિતના ઉપસ્થિતોએ આ સન્માન સ્વીકાર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW