ગૃહ પ્રવેશ નિમિતે સેવાકાર્ય માં સહયોગ અર્પણ કરી સમાજ ને નવી રાહ ચિંધતો મોરબી નો હાલાણી પરિવાર.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી લોહાણા સમાજ અગ્રણી શ્રી હરીશભાઈ હાલાણી દ્વારા તેમના નવા ઘર માં ગૃહ પ્રવેશ નિમિતે સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરવા માં આવ્યો હતો.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના પ્રસંગો ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હાલાણી પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ ગૃહ પ્રવેશ ની શુભકામનાઓ પાઠવી હતી.