મોરબી-વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર સામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર સામે આરોપી યતીશભાઈ બાબુભાઈ મુછડીયા (ઉ.વ.૨૩) રહે. રફાળેશ્વર તા.મોરબી વાળાએ પોતાના હવાલાવાળા હીરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AG-17 કિં રૂ.૩૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૭૫૦ મળી કુલ કિં રૂ.૩૦,૭૦૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.