હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલનામ ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા કરશનભાઈ હેમુભાઈ ઝીઝુવાડિયા (ઉ.વ. ૩૫) નામના યુવાન ગત તા.૦૩-૦૨-૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે