વાંકાનેર ના હસનપર વિસ્તારમાં રહેતા એક યુવકની ફરિયાદ ના આધારે પોલીસે વ્યાજ વટાવ ના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડયા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર માં હસનપર વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવક ઉત્તમભાઈ અવચરભાઈ પીપળીયા એ વાંકાનેર સિટી પોલીસ મથકમાં આ કામના આરોપી ભરતભાઈ ચોંડાભાઈ પરસોંડા અને સુરેશભાઈ ભલાભાઈ ડાભી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આ બંને આરોપીઓને ગણતરી ની કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે.