Thursday, January 23, 2025

મોરબી પ્રભારી તથા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ૧૩મી ફેબ્રુઆરીના રોજ મોરબીની મુલાકાતે

Advertisement

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે

આગામી ૧૩મી ફેબ્રુઆરીના રોજ પ્રભારી અને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ જોગવાઇ હેઠળના કામો માટેની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાશે. આ બેઠક ૧૩મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૩.૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.

આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા, વિવિધ આયોજનોના કામોમાં ફેરફાર તેમજ કાર્યરત કામોની સમીક્ષા જેવા મુદ્દાઓ ચર્ચાશે. બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW