માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ગળાવવામાં આવી
મોરબી,હાલ નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં કૃમીનું પ્રમાણ જોવા મળે છે,કૃમિના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો જોવા મળે છે જેમકે લોહીની ઉણપ,કુપોષણ, ભૂખ ન લાગવી,બેચેની,પેટમાં દુખાવો ઉલટી અને ઝાડા તેમજ વજન ઓછું થવું વગેરે દર્દો જોવા મળે છે જેથી 10,ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે ઉજવવાના ભાગ રૂપે આંગણવાડી અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કૃમિનાશક ગોળી ગળાવવામાં આવે છે એ નિમિતે માધાપરવાડીવાડી કુમાર અને કન્યા શાળા એમ બને શાળાના 750 જેટલા વિદ્યાર્થીઓને પીએચસી બગથળાના ડો.હિરેન વાંસદડીયા અને આરોગ્ય કાર્યકર દિનેશભાઈ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ સરપંચ ડો.ગણેશભાઈ નકુમ, દિનેશભાઈ વડસોલા, તુષારભાઈ બોપલીયા વગેરેએ પોતાના હાથથી વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ ગળાવીને રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરી હતી.સમગ્ર કાર્યક્રમમાં બંને શાળાના સમગ્ર સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.