“છત્તીસગઢ રાજ્યમાં પૂર્ણ રૂપથી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થશે”
“પત્રકારોના રાષ્ટ્રીય સંગઠન” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” દ્વારા છત્તીસગઢમાં સતત પાંચ વર્ષના સંઘર્ષ અને રજૂઆતો બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા પત્રકારોની સુરક્ષા અને હિતને ધ્યાનમાં રાખી પૂર્ણ રૂપથી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
“અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” એ પત્રકારોનું રાષ્ટ્રિય સંગઠન છે અને આ સંગઠન સમગ્ર દેશમાં પત્રકારોની સુરક્ષા અને તેમના હિત માટે કાર્યરત છે, ત્યારે છત્તીસગઢમાં સંગઠનના લાંબા સંઘર્ષ બાદ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા પૂર્ણ રૂપથી પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવતાં સંગઠનના રાષ્ટ્રીય હોદ્દેદારો તેમજ વિવિધ રાજ્યોના હોદ્દેદારોએ “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” છત્તીસગઢ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્રીય કક્ષાએ તેમજ અન્ય રાજ્યોમાં પણ કાયદો લાગુ કરવામાં આવે તે માટે લડત તેજ કરવા આહવાન કર્યુ છે.