Saturday, March 8, 2025

મધ્યપ્રદેશની કુખ્યાત ઘરફોડી ગેંગને મોરબી એલસીબીએ ઝડપી લીધી

Advertisement

મોરબી: હળવદ તથા ટંકારા તાલુકામાં ઘરફોડ ચોરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત ઘરફોડી ગેંગને મોરબી એલસીબીએ ઝડપી લઈ ચોરીના ચાર કેસનો ભેદ ઉકેલી નાખી હાલ ટંકારા પોલીસને ઘરફોડ ગેંગનો કબ્જો સોપી લાખોનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ તેમજ ટંકારા વિસ્તારમાં અલગ અલગ તારીખ, સમયે આ વિસ્તારમાં આવેલ દુકાનો, ગોડાઉન, મંદિરમાંથી ચોરી કરનાર ગેંગ મોરબી વિસ્તારમાં હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દબોચી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોરબી એલસીબી ટીમે આ ચોરીને અંજામ આપનાર મધ્યપ્રદેશ રાજ્યના બે ગેંગ લીડર સહિત આઠ આરોપીઓને ઓળખી શોધી કાઢી હાલ ઝડપાયેલા આરોપીઓને ટંકારા પોલીસને સોંપેલ છે.
મોરબી એલસીબી ટીમે ઘરફોડ ગેંગના લીડર વિરેન વિજયભાઇ રાઠોડ, રહે. હાલ મોરબી, નટરાજ ફાટક એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગામ બરઝર તા.ભાભાર જી.અલીરાજપુર (એમ.પી.), દિનેશભાઇ તેજાભાઇ મેડા, રહે. હાલ મોરબી, એલ.ઇ. કોલેજ જવાના રસ્તા ઉપર ઝુપડામાં તા.જી. મોરબી મુળ રહે. મુળ ગામ કાલાપીપર તા.જી.જાબુઆ (એમ.પી.) તેમજ ટોળકીના સભ્ય નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા, રહે. હાલ મોરબી, ભીમસર વિહોતમાતાજીના મંઢ પાસે તા.જી.મોરબી, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા, રહે. મોરબી દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ કવાર્ટર બ્લોક નં-બી/૦૨ રૂમ નં-૨૦૨ મુળ ગામ કુંઢ તા.હળવદ, પપ્પુભાઇ નવાભાઇ પરમાર, રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ વરમખેડા પડાવ ફળીયુ તા.જી.દાહોદ, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર, રહે. હાલ મોરબી-૦૨ એલ.ઇ.કોલેજ સામે ઝુપડામાં તા.જી.મોરબી મુળ ગેહલર તા.જી.જાંબુઆ (એમ.પી.), હરેશભાઇ નરશુભાઇ મોહનીયા, રહે. હાલ મોરબી-૦૨ પાડા પુલ નીચે ઝુપડામાં તા.જી.મોરબી મુળ જાંબુકાંઠા નેહલ ફળીયુતા.જી.દાહોદ અને અજય પ્રકાશભાઇ ભુરીયા, રહે. હાલ મોરબી, પાડા પુલ નીચે મુળ ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દૌર (એમ.પી.) વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓને રૂપિયા ૧૩,૬૫,૯૦૦ના મુદ્દામાલ સાથે સોપી આપેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW