વાંકાનેર ટાઉનહોલ નજીક પટ્ટમા જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
વાંકાનેર સીટી પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર ટાઉન હોલ પાસે પટ્ટમા જાહેરમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમતા કુલ ૬(છ) ઈસમો જયેશભાઈ માત્રાભાઈ બાંભવા, ગોપાલભાઈ દેવાભાઈ ગમારા, રવિભાઇ કાળુભાઇ વસાણીયા, સુનિલભાઈ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરીયા, મેહુલભાઈ વિનયચંદ મારૂ, સંજયભાઈ બાબુભાઈ દેગામા રહે. બધા વાંકાનેર વાળાને રોકડા રૂપીયા ૧૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમા છએ ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.