Thursday, January 9, 2025

મોરબી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરૂવારે પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે

Advertisement

*પ્રભાતધૂન, મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ મંદિર નો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર તા.૨૩-૨-૨૦૨૩ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવવા મા આવશે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે વૈદિક મહાયજ્ઞ, સાંજે ૪ કલાકે જલારામ મંદિર ના સેવાકાર્યો ના સહયોગીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે. શહેર ની દરેક ધર્મપ્રેમી જનતા ને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દરગુરુવારે મહાપ્રસાદ, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીત ની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકાર ના નાતજાત ના ભેદભાવ વિના સમાજ ને અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થા એ યાદી મા જણાવ્યુ છે. પ્રસાદ મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી નો સંપર્ક કરવો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW