હળવદ પોલીસ સ્ટેશનના સુંદરગઢ ગામે તથા હળવદ ટાઉન વિસ્તારમાંથી ટ્રેઈલર (ટ્રોલી)ની ચોરી કરનાર બે ઈસમને મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ હળવદ ટાઉન ખાતે શીવપાર્ક વૈજનાથ મંદિર પાસે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાંથી ટ્રેઈલર રજીસ્ટર નં- GJ-13-W-6773 કિ.રૂ.૬૦,૦૦૦/- મતાની ટ્રેઈલર (ટ્રોલી)ની ચોરી થયેલ હોવાનો ગુન્હો દાખલ થયેલ હોય તેમજ ગઈકાલ તા.૧૯/૦૨/૨૦૨૩ ના રોજ હળવદ તાલુકાના સૂર્યનગર ગામે ફરીયાદીના રહેણાંક મકાનની બાજુમાં જાહેરમાંથી ટ્રોલી (ટ્રેઈલર) રજીસ્ટર નં- GJ-13-AT-7296 કિ. રૂ.૭૦,૦૦૦/- ની મતાની ચોરી થયેલ હોવાનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સદર ગુન્હો શોધી કાઢવા અધિકારી તથા સર્વેલન્સ સ્ટાફના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હતા.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગીરાહે બાતમીના આધારે હળવદ તાલુકાના મેરૂપર ગામેથી ચોરી કરનાર બે ઈસમો જીજ્ઞેશભાઇ ભરતભાઇ ખેર જાતે-કારડીયા રાજપુત ઉ.વ.૨૩ રહે. ગામ-મેરૂપર તા.હળવદ જી.મોરબી તથા સચીનભાઇ બાબુભાઇ મેઘાણી (કોળી) ઉ.વ. ૧૯ રહે માનસર તા.હળવદ જી.મોરબી. વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં ચોરાયેલ ટ્રેઈલર (ટ્રોલી) નંગ-૨ તથા ગુન્હામાં ઉપયોગ કરેલ ટ્રેક્ટર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.