મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં પુજારા ટેલીકોમ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીના બાજુમાં પુજારા ટેલીકોમ પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હીરાભાઇ બચુભાઇ ધામેચા રહે- શીતળામા વિસ્તાર મહેંદ્રનગર મોરબી-૨, મુનાભાઇ ભુપતભાઇ કુરીયા તથા અફજલ ઇદરીસ સેખ રહે બંને કાંતીનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ અને રાજેશભાઇ જીવણભાઇ પુરલીયા રહે—વિધ્યુતનગના ગેટ પાસે મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૧૦,૭૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.