મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે આવેલ શખ્સો ચોરીને અંજામ આપે તે પહેલા જ પકડી ચોરીના બનાવને બનતો અટકાવી મળી આવેલ ચોર ટોળકી વિરૂધ્ધ સરકાર તરફે ફરીયાદી બની ગેંગ કેસ મુજબનો ગુન્હો નોંધાવતી મોરબી તાલુકા પોલીસ.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ મોરબી- જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે, લોડસ હોટલ વાળા સોપીંગ સેન્ટરની દુકાનો તથા એ.ટી.એમ. નજીક ત્રણ ઇસમોની ટોળી ચોરી લુંટ કરવાની પેરવીમાં હોય તેવી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને કોર્ડન કરી પકડી ચેક કરતા તેઓ પાસે લોખંડનુ કટર તથા ડીસીસ જેવા સાધનો હોય જેથી જે મળી આવેલ ઇસમો અકરમ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર વ ઉ.વ.૩૦ રહે હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા, એઝાઝ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર ઉ.વ.૩૨ રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા, સુલતાન આદમભાઇ હુશેનભાઇ બારોયા વાઘેર મુસ્લીમ ઉ.વ.૩૨ રહે. હાલ-જામનગર, રેલ્વે સ્ટેશન પાસે, વસીલા ચોક, જામનગર મૂળ- થરી વિસ્તાર, બંદર રોડ, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા વાળા ત્રણેય ઇસમોને લોખંડના કટર, ડીસમીસ, પાના જેવા ચોરી કરવામાં મદદરૂપ થાય તેવા સાધનો તથા બજાજ કંપનીની સી.એન.જી. રિક્ષા રજીસ્ટર નં.-GJ-36U-0698 વાળી સાથે ત્રણે ઇસમોને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી ઇસમોની પુછપરછ કરતા ઇસમો પોલીસ કાર્યવાહીથી વાકેફ હોવાનુ જણાતા ઇસમોને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા ત્રણેય ઇસમો અગાઉ ઘણા ચોરી તેમજ શરીરી સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનુ જણાવતા જે બાબતે જરૂરી વર્કઆઉટ કરી ઇસમો વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાઓ ઇ-ગુજકોપ તથા પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા તેમજ રેકર્ડ ઉપરથી ખરાઇ કરાવતા ઇસમો વિરૂધ્ધ ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાય આવેલ છે.
જેથી રીઢા ચોરની ટોળકીના સભ્યોએ એકબીજા સાથે મેળાપીપણ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા માટે જુદી જુદી જગ્યાની રેકી કરી અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ ગુન્હાઓ કરવા રીઢા ચોરની ટોળકી બનાવી ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરેલ હોય તેમજ ચોરની ટોળકી બનાવી ચોરી કરવાના સાધનો સાથે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપવા આવતા મળી આવેલ હોય તો ચોરની ટોળકીના ત્રણેય ઇસમો વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની ઇ.પી.કો.કલમ-૪૦૧, ૩૪ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ફરીયાદ રજીસ્ટર કરાવેલ છે.