મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી નં -૨ માંથી ઈંગ્લીશ દારૂની ૯૦ બોટલ ભરેલી કાર મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી નં -૨ માં ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ તા.જી. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી આઇ ટ્વેન્ટી કાર રજીસ્ટર નંબર-જીજે -૦૫-આર એચ -૯૬૩૮ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૦ કિં રૂ.૪૫,૦૦૦ તથા આઇ ટ્વેન્ટી કાર રજીસ્ટર નંબર-જીજે -૦૫-આર એચ -૯૬૩૮ વાળી ની કિં રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨,૪૫,૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે કબ્જે કર્યો છે રેઇડ દરમ્યાન ધનરાજ શાંતુભા મકવાણા રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ તા.જી. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.