ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિસભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે સ્થળ પર જ નિકાલ કરાયો હતો. જે પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરી શકાય તેમ ન હોય તેવા પ્રશ્નોનો નિયત સમમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રી સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વહીવટી તંત્રના મહેસૂલી, આરોગ્ય, ખેતી, પંચાયત વગેરે વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ જન કલ્યાણની યોજનાઓની માહિતી આપી હતી.