સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયો
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. વાંકાનેર ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૨૪/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૨૪/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૭/૦૨/૨૦૨૩ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૨૭/૦૨/૨૦૨૩ ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.
ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૨૮/૦૨/૨૦૨૩ના રોજ કરવામાં આવશે. હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૨૮/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદાન તા.૦૩/૦૩/૨૦૨૩ના રોજ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે. જેની મતગણતરી તા.૦૩/૦૩/૨૦૨૩ના રોજ શ્રી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. દાણાપીઠ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે તેવું વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી અને ચુંટણી અધિકારીશ્રી એ. એચ.શિરેસિયાની યાદીમાં જણાવાયું છે.