મોરબી એસઓજી ટીમે અણીયારી ચોકડી નજીકથી મયુરનગરના ઈસમને ટ્રેકટર ટ્રોલી અને શંકાસ્પદ લોખંડના જથ્થા સાથે ઝડપ્યો
મોરબી એસઓજી ટીમે અણીયારી ચોકડી નજીકથી શંકાસ્પદ લોખંડના બે ટનથી વધુ વજનના સળીયા સાથે હળવદના મયુરનગર ગામના એક ઈસમને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે જાણવા મળતી વિગત મુજબ મોરબી એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ અણીયારી વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમ્યાન અણીયારી ચોકડી પાસે ટ્રેકટર નંબર જીજે-૩૬-બી-3657 વાળુ ટ્રોલી જોડેલ ટ્રેકટર જેમાં લોખંડના સળીયા ભરેલ હોય આ બાબતે ટ્રેકટર ચાલક ભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર રહે. મયુરનગર તા.હળવદ વાળાને સળીયા બાબતે તેમજ ટ્રેકટરના કાગળો બાબતે પુછપરછ કરતા કોઇ ટ્રેકટરના આધાર પુરાવા સાથે ભરેલ નવા સળીયાના બીલ ન હોય જેથી ટ્રેકટર તથા ટ્રોલી કિંમત રૂ.૨,૦૦,૦૦૦ અને બીલ વગરના લોખંડના સળીયા વજન ૨,૨૩૦ કિલોગ્રામ કિંમત ૧,૧૧,૫૦૦ મળી કુલ રૂ.૩,૧૧,૫૦૦નો મુદ્દામાલનો શક પડતી મિલ્કત તરીકે મળી આવતા સીઆરપી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ સીઆરપીસી કલમ -૪૧ (૧) ડી મુજબ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે