તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દિલ્હીમા NSD ( National School Of Drama) માં અનેક પ્રકારના નાટકો અને નૃત્યો દર વર્ષે રજૂ થતા હોય છે ત્યારે આપણી લોક સંસ્કૃતિ જાળવતા ખાખરાળાના પૈજા પરિવાર કે જેમાં નિવૃત શિક્ષકોએ લોક ભવાઈ કલા જાગૃત રહે એ હેતુથી વર્ષો જૂનો જગ વિખ્યાત વેશ એટલે કે *”જસમાં ઓડણ”* રજૂ કર્યો હતો અને એ જોઈને દિલ્હીના લોક ભવાઈ ચાહકોને કંઈક અનેરો જ લ્હાવો મળ્યો હતો.
અત્યારના સમયમાં જયારે આપણી સંસ્કૃતિ લોક ભવાઈ લુપ્ત થઈ રહી છે ત્યારે ખાખરાળા ગામનુ વિશ્વ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળના કલાકાર અને નિવૃત શિક્ષક પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજા પોતાના પરિવાર સાથે આ કલા હર હંમેશ જાગૃત રહે તેવા અથાક પ્રયત્નો કરી રહયા છે