હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ હળવદ પોલીસે ઝડપી પાડી હતી જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિંયાણી ગામે રહેતા કિશનભાઇ રમેશભાઈ કુરીયાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ.૩૨૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડયો હતો. રેઇડ દરમ્યાન કિશનભાઇ રમેશભાઈ કુરીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેમના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.