Wednesday, January 22, 2025

માળીયાની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

Advertisement

ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી ડો.સી.વી.રામને 28,મી ફેબ્રુઆરી 1928 ના રોજ ફિઝિક્સનો સિદ્ધાંત રોમન ઈફેક્ટ આજના દિવસે દુનિયાની સમક્ષ રજુ કરેલ હોય,પબ્લિશ કરેલ હોય આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માળીયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી જેમાં શાળાના ધોરણ 6 થી આઠનાં કુલ 30 બાળકો ભાગ લીધો હતો જેમાં કુલ 12 વિજ્ઞાનની કૃતિનું પ્રદર્શન શાળાના બાળકો માટે નિહાળવા ખુલ્લું મૂકવામાં આવ્યું , વિજ્ઞાન પ્રદર્શનનો આં શાળાના નિવૃત આચાર્ય ધીરુભાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું શાળાના વિજ્ઞાન શિક્ષક સોલંકી જેમિની બેન બાળકોની કૃતિની તમામ જહેમત ઉઠાવી ત્યાર બાદ શાળાના આચાર્ય ભાવેશ ભાઈ બોરીચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ ના હસ્તે શ્રેષ્ઠ કૃતિને ઈનામ વિતરણ કરવામા આવ્યું સાથો સાથ બાળકોને રોનકભાઈ દ્વારા તમામ બાળકોને ભોજન કરાવવામા આવ્યું અને તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશુર ભાઈ ચેતનભાઇ અને નરેશભાઈ જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW