ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં તા. ૧/૩/૧૯૭૦ માં જન્મેલા રમેશ ખાખરીયા આજે જીવનની રંગમંચની પીચ પર અર્ધસદીને પાર કરી ચુક્યા છે. તેઓ હરહંમેશા હડમતિયાના સામાજિક કાર્યકર તરીકે જાણીતા અને જાતીવાદથી પર રહીને “સર્વ ધર્મ સમભાવ”ની મિશાલ જલાવી ગરીબો તેમજ ખેડુતોના પ્રાણ પ્રશ્નો માટે લડતા રહે છે. પોતે જીવદયા પ્રેમી હોવાથી રેઢીયાળ (જેમના કોઈ માલિક નથી) તેવા અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા હોવાથી બિમાર કે અકસ્માતનો ભોગ બનતા પ્રાણીઓને ગુજરાત સરકારની ૧૯૬૨ “એનિમલ કરુણા હેલ્પ લાઈન” દ્વારા સેવાઓ તેમજ સરકારી પ્રાથમિક શાળામાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપી પુણ્યના કામ હરહંમેશ કરતા રહે છે.
હડમતિયાની આજુબાજુના ગામડા જેવા કે સજ્જનપર, ઘુનડા, કોઠારીયા, લજાઈ, ધ્રુવનગર, નશીતપર ગામના પ્રાણ પ્રશ્નોને પ્રેસ તેમજ ઈલેકટ્રોનિક મિડિયાના માધ્યમ થકી સત્યની કલમ હાથમા લઈ વણ ઉકેલ પ્રશ્નો કે બનતી ધટનાને પ્રજા વચ્ચે લાવવામાં નિપુણ હોવાથી આજુબાજુના ગામડાના યુવાવર્ગમાં સારુ એવુ વર્ચસ્વ ધરાવે છે અને હડમતિયાના યુવાનોમા તો હોટ ફેવરીટ “આર.ડી. સાહેબ”ના નામથી યુવાનો સન્માન સાથે બોલાવે છે.
મોરબી પ્રેસ-મિડિયા જગતમાં સામાજિક કાર્યકર તેમજ વિશ્વાસું વ્યક્તિની છાપ ધરાવતા અને સત્યના રાહ પર ચાલતા ” રમેશ ઠાકોર” ના હુલામણા નામથી પ્રસિધ્ધ છે. પ્રેસ તેમજ મિડિયા ગ્રૃપમાંથી તેમજ તેમનું બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોવાથી “રમેશ ઠાકોર” ના આજના જન્મદિવસે તેમના વોટસઅપ, ફેસબુક તેમજ મોબાઈલ નં. 9998398983 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.