નાસતા ફરતા ગુન્હેગારોને ઝડપી પાડવા રાજકોટ પોલીસ મહાનિરીક્ષક દ્વારા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ ને સુચના આપતા જે અન્વયે પીએસઆઈ કે.જે ચૌહાણ તથા એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ . જયેશભાઇ વાઘેલા , ચંન્દ્રકાંભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૧૩/૨૦૧૧ આઇ.પી.સી કલમ ૩૯૫,૩૯૭ આર્મ એકટ કલમ ૨૫ ( ૧ ) એઇ વિ.મુજબના ક્રિષ્ના પેટ્રોલ પંપ ઉપર થયેલ લુંટ ધાડના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઇ ભુરીયા ઉ.વ ૩૭ મૂળ રહે.ઉબેરાઉ તા.રાણાપુર જી.જાબુઆ ( એમ.પી. ) હાલ.રહે . ખજુરડા ગામ શિવશકિત હોટલ પાસે તા.જામકંડોરણા જી.રાજકોટવાળા ને જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ , એન.એચ.ચુડાસમા , એ.ડી.જાડેજા તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો