G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાશે
સિનિયર સીટીઝન મહિલા ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લેવા ૧૦મી માર્ચ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવા
ગુજરાત સરકારશ્રી દ્વારા G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષા ૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સિનિયર સીટીઝન બહેનોની (૧) એથ્લેટીકસ (૨) યોગાસન (૩) ચેસ (૪) રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, રૂષભનગર-૨, ઓમ શાંતિ પ્રી-સ્કુલની બાજુમાં, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવીને તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખ જાણ કરવામા આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ફોન નંબર ૮૦૦૦૪૦૨૫૯૬/ ૯૭૧૪૭૫૫૫૭૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.