હળવદ: હળવદ-મોરબી રોડ, સાંદીપની પેટ્રોલ પંપની સામે રોડ પરથી બંધ બોડીના મીની ટ્રક કન્ટેનરમાંથી ઇંગલીશ દારૂની બોટલો નંગ-૪૪૫૨ કી.રૂ.૧૯,૧૬,૧૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. રૂ.૨૪,૧૬,૧૬૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ-મોરબી રોડ, સાંદીપની પેટ્રોલ પંપની સામે રોડ, એક મીની ટ્રક નંબર- GJ-6-XX-9020 બંધ બોડીનું કન્ટેનર ઉભુ છે, જે કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૪૫૨ કી.રૂ. ૧૯,૧૬,૧૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૪,૧૬,૧૬૦/- નો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તેમજ આરોપી મીની ટ્રક નંબર-GJ-6-XX-9020 નો ચાલક સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.