માળીયામિંયાણાના ખાખરેચી જુનાઘાંટીલા વેજલપર વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા જેથી સવારે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા અને ૮:૩૦ વાગ્યાની આસપાસ કમોસમી છાંટા પડતા ખેડુતોમાં ફરી દોડધામ મચી જવા પામી હતી ખેતરમાં જીરૂ ધાણા જેવા પાકોને કાઢવાની પુરજોશમાં કામગીરી ચાલુ હોય તેવા સમયે માવઠાની માઠી બેસતા માવઠાના આ બીજા રાઉન્ડમાં પણ જીરૂ ધાણા જેવા પાકોને સલામત રાખવા ખેડુતોમાં દોડધામ મચી ગઈ હતી અને ખેડુતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે આમ ફરી વખત આ વિસ્તારમાં આગાહીની અસર વર્તાઈ હતી અને વેજલપર ખાખરેચી જુનાઘાંટીલા વિસ્તારમાં કમોસમી છાંટા પડ્યા હતા