કિ.રૂ.૨૮,૫૪૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
શ અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી પોલીસએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. ને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતો તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગીરાહે મળેલ કે, વિશાલભાઇ ભરતભાઇ પટેલ તથા કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રહે. બન્ને હળમતીયા (પાલનપીર) તા.ટંકારા જી.મોરબી વાળાઓ બન્નેએ ભેગામળી ભાગીદારીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વિશાલ ભરતભાઇ પટેલે હળમતીયા ગામથી કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરમાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઇરાદે મંગાવી હાલમાં દારૂનો જથ્થો સંતાડે છે. જે હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટંકારા પો.સ્ટે. માં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) વિશાલભાઇ ભરતભાઇ ડાકા/પટેલ ઉ.વ. ૨૭ રહે. હળમતીયા (પા.) તા.ટંકારા જી.મોરબી
(૨) કીશન ઉર્ફે જીગો રાજેશભાઇ ડોડીયા રજપુત ઉ.વ.૨૭ રહે. હળમતીયા (પા.) તા.ટંકારા જી.મોરબી – પકડાયેલ મુદામાલની વિગત –
(૧) મેકડોવેલ્સ નં.-૦૧ કલેકશન ઓરીજનલ વ્હિસ્કી ૭૫૦ મી.લી. બોટલો નંગ-૪૭ કિ.રૂ.૧૭,૬૨૫/- (૨) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૨૧ કિ.રૂ.૧૦,૯૨૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩૮,૫૪૫/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
ડી.એમ.,ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.